Search
Close this search box.

મોરબી જિલ્લાની ફાયર સેફ્ટી ન ધરાવનાર શાળા સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ દંડો ઉગામ્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મોરબી જિલ્લા માં ફાયર સેફટી ન ધરાવનાર શાળા સામે જિલ્લા શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ ફટકારીને કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ૧૭ જેટલી શાળાઓ ફાયર એનઓસી નહીં ધરાવતી હોવાથી ખુલાસા માંગવામાં આવ્યા છે. આ શાળાઓમાં ૬ ગ્રાન્ટેડ શાળા અને ૧૧ સ્વનિર્ભર શાળાને રૂબરૂ બોલાવી ખુલાસા માંગવામાં આવ્યા છે. અગાઉ ત્રણ વખત નોટિસ આપવા છતાં શાળા દ્વારા કોઈ કાર્યવાહી હાથ નહીં ધરતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ ૧૭ જેટલી શાળાઓને ફાયર સેફટી સુવિધા ન હોવા બદલ ફરી એક આખરી નોટિસ ફટકારી છે. અગાઉ ત્રણ ત્રણ નોટિસ ફટકારી હોવા છતાં ૧૭ શાળાઓ આ નોટિસને ઘોળીને પી ગઈ હતી. આથી જિલ્લા શિક્ષણાધિકારીએ આવી ૧૭ શાળાઓ સામે લાલ આંખ કરી છે અને આ ૧૭ શાળાઓને ત્રણ ત્રણ વખત નોટિસ ફટકારી હોવા છતાં કેમ ફાયર સેફટીની સુવિધાઓ વસાવી નહિ તેના ખુલાસો માંગવા રૂબરૂ તેંડુ મોકલ્યું છે અને રૂબરૂ જિલ્લા શિક્ષણાધિકારી આ શાળાના સંચાલકોને ખુલાસા પૂછશે એમાં યોગ્ય ઉત્તર નહિ મળે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી પરિપત્રમાં સ્પષ્ટ સંકેત મળ્યો છે. આ ૧૭ શાળાઓ સામે કડક કાર્યવાહી થવાની પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે.

Leave a Comment

और पढ़ें