
ટ્રકના ચોરખાનામાં છુપાવેલો દારૂનો વિશાળ જથ્થો પકડાયો ટ્રકની તલાશી લેતા તેમાંથી ચોરખાનામાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો અગાઉ LCB ટીમને મળેલી બાતમીના આધારે સાયલાથી રાજકોટ જતા નેશનલ હાઇવે પર સામતપર ગામ નજીક નવા બનતા ટોલ પ્લાઝા પાસે આવેલી યુ.પી. બિહાર ઢાબા હોટલની સામે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન એક શંકાસ્પદ ટ્રક ત્યાંથી પસાર થતા તેને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. ટ્રકની તલાશી લેતા તેમાંથી ચોરખાનામાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો. પોલીસે દારૂની “રોયલ ચેલેન્જર 750 ML”ની કુલ 12,600 સીલબંધ બોટલો અંદાજિત કિંમત રૂ. 1,63,80,000/- કબજે કરી આ ઉપરાંત, દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ રૂ. 15,00,000/-ની કિંમતનો ટ્રક પણ જપ્ત કરવામાં આવ્યો. પોલીસે કુલ રૂ. 1,78,80,000/-નો મુદામાલ કબજે કરી, આરોપીઓ વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
