
હળવદ તાલુકાના ચરાડવા ગામે આજરોજ રાષ્ટ્રીય પક્ષી મોર ઇજાગ્રસ્ત થયો હોવાની જાણ ચરાડવા વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓને થતા તેને બચાવી સારવાર માટે હળવદ ફોરેસ્ટ ઓફિસની ટીમને સોંપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં વિશ્વ હિન્દુ પરિષદ ચરાડવાના કાર્યકર્તા રાકેશભાઈ પટેલ, પ્રતાપભાઈ રાજપુત, હાર્દિકભાઈ દવે, રવિભાઈ માકાસણા, ચંદુભાઈ ચૌહાણ અને મુકેશભાઈ પટેલ દ્વારા ઈજા ગ્રસ્ત મોરને બચાવી હળવદની ફોરેસ્ટ ઓફિસની ટીમને સારવાર માટે સોંપવામાં આવ્યો હતો.
