હળવદ શહેર તેમજ ગ્રામ્યમાં પાછલા ઘણા સમયથી વીજ ચોરી ચાલી રહી હોવાની બાતમીના આધારે વડોદરા વિજિલન્સની ૩૨ ટીમ દ્વારા વીજ જોડાણોનું ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ત્રણ દિવસમાં ૧૩૩ જોડાણમાંથી વીજ ચોરી પકડી પાડી હતી. જેઓને રૂ.૧.૨૦ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.હળવદ શહેર અને ગ્રામ્યમાં વડોદરાની વિજિલન્સ ટીમ દ્વારાસતત ત્રણ દિવસ સુધી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તા. ૮મીએ સુસવાવ, ઈશ્વરનગર, કડીયાણા, દેવીપુર, રણમલપુર સહિતના ગામોમાં ચેકિંગ કરવામાં આવતા ૪૫ જોડાણમાં ગેરરીતી સામે આવી હતી. જેથી ૪૪.૭૪ લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે તા. ૯ મીએ સુખપર, કવાડિયા, ટીકર, માધવનગર, ચાડધ્રા, રાયસંગપુર નવા જુના અને અમરાપર ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં રહેણાંકના અનેવાણિજ્યનાકુલ ૫૧ કનેક્શનમાં ગેરરીતિ સામે આવી હતી. જેથી વીજ ચોરી કરતા કનેક્શન ધારકોને ૫૩.૨૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે તા.૧૦ મીએ હળવદ શહેરના કણબીપરા, માધાપરા તેમજ મહાદેવનગર સહિતના વિસ્તારો અને ઘનશ્યામપુર સહિતના ગામડાઓમાં વીજ ચેકિંગ કરાતા કુલ ૩૭ કનેક્શનમાં ગેરરીતિ સામે આવી હતી. જેથી તેઓને રૂ. ૨૨.૩૧ લાખનો દંડ ફ્ટકારવામાં આવ્યો છે.
