દેહદાન સંકલ્પ પત્ર GEMERS મોરબી મેડિકલ કોલેજ માં સુપ્રત કરેલહળવદ એ પહેલે થી જ શૂરવીર ભૂમિ તરીકે પ્રખ્યાત છે અત્યાર ના જમાના પ્રમાણે દેહદાન કે અંગદાનનો સંકલ્પ કરવો તે એક પ્રકારે શૌર્ય અને સમર્પણ ભર્યું કાર્ય છે ત્યારે હળવદ ખાતે રહેતા ઠક્કર પરિવાર ના એકસાથે ત્રણ પરિવાર જનો એ દેહદાન માટે સંકલ્પ કર્યો છે જેમાં મેંઢા કમલાબેન માણેકલાલ, મેંઢા નયનાબેન માણેકલાલ અને પાર્થ અનિલકુમાર માનસેતા એમ એક પરિવાર ના ત્રણ પરિવાર જનો એ મૃત્યુ બાદ મેડિકલ સ્ટુડન્ટ ને મેડિકલ અભ્યાસ માટે કામ માં લાગે તે માટે અને આંખો અને જરૂરી અંગો જે અંગો ની જરૂરિયાત છે તેવા દર્દીઓ માટે ઉપયોગ માં લેવામાં આવશે ત્યારે આ ભગીરથ કાર્ય બદલ આ દેહદાન નો સંકલ્પ કરનાર ઉદાર હૃદય ના દાતાઓ ની ચો-મેર થી સરાહના થઈ રહી છે
