

હળવદ તાલુકાના ચરાડવા ગામે આજરોજ વહેલી સવારમાં જ ખેત મજૂરો પોતાના છાપરે હતા ત્યાં સવારમાં જ હડકાયું કૂતરું આવી જતા ત્રણ લોકોને બચકા ભર્યા હતા. ત્યારબાદ તેમને ચરાડવાની સીએચસી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઇન્જેક્શન લેવા માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
