Search
Close this search box.

હળવદના સુંદરગઢ ગામેથી થાર તથા બોલેરો ગાડીમાથી ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હળવદ તાલુકાના સુંદરગઢ ગામેથી મહિન્દ્રા થાર તથા બોલેરો પીકઅપ કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે આ બાબતની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે જાહેરમાં એક મહિન્દ્રા થાર તથા બોલેરો પીકઅપ ગાડીમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ પકડી પાડી કાર સાથે કુલ કિ.રૂ.૧૫, ૦૦, ૦૦૦/- (પંદર લાખ) નો મુદામાલ કબ્જે કરી આરોપી અશ્વિન ઉર્ફે ભોપો ચંદુભાઇ ખાંભડીયા રહે ગામ સુંદરગઢ તા.હળવદ તથા અશ્વિન સાથેનો એક અજાણ્યો ઇસમ વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Comment

और पढ़ें