હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય જેમાં વૃદ્ધ તથા તેમના સમાજના લોકો સરપંચ તથા સભ્યોમાં ઉભા રહેતા આરોપીઓને તે ન ગમતા વૃદ્ધને ૧૯ શખ્સોએ ધોકા પાઈપ વડે મારમાર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. રહે-બધા જુના ઇશનપુર હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાનુ મોટરસાયકલ લઇને સાંજના જુના ઇશનપુર ગામ પોતાના ઘર તરફ જતા હતા ત્યારે ગ્રામ પંચાયત ચુંટણીમા ફરીયાદી તથા તેમના સમાજના વ્યકિતઓ સરપંચ તથા સભ્યોના ઉમેદવાર તરીકે ઉભા રહેતા હોય જે તે આરોપીઓને ગમતુ ન હોય જેથી આરોપીઓએ ફરીયાદીને ધોકા તથા પાઈપ વડે મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી તેમજ ફરીયાદીના દિકરા બીપીનભાઈ છોડાવા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો અને મોબાઈલ તોડી નાખ્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
