
મોરબી જિલ્લાની સૌથી મોટી વસ્તી ધરાવતા ચરાડવા ગામમાં એકેય મોટી હોસ્પિટલ ન હતી, જેથી ક્રિટિકલ પોઝિશનમાં લોકોને હળવદ અથવા મોરબી જવું પડતું હતું જેનો લાભ હવે ચરાડવામાં મળશે. હળવદ ના ચરાડવા ગામેતા.૨૯/૬/૨૫ ને રવિવાર ના સવારે 9:00 વાગ્યાથી આનંદ જનરલ હોસ્પિટલ નો શુભારંભ થઈ રહ્યો છે સ્થળ:- ધાવડી પેટ્રોલ પંપ ની બાજુમાં, રાધે કોમ્પલેક્ષ, પહેલો માળ નિમંત્રક:-ડાયાલાલ ભીખાભાઈ ગરધરીયા, ડો. પ્રકાશ પટેલ (મેરુપર), ડો. મિલન ગામી (હળવદ), ડો. જયેશ દેત્રોજા (દેવીપુર), ડો. દિવ્યાંગ પારેજિયા(હળવદ)

ડોક્ટરનો પરિચયની વાત કરવામાં આવે તો ડો. જયેશભાઈ દેત્રોજા જનરલ ફિઝિશિયન ફુલ ટાઈમ સર્વિસ આપશે અને ડો. મિલન ગામી હૃદય રોગના નિષ્ણાત દરરોજ બપોરે 2 થી 4 અને ડો. તન્વી પટેલ બાળ રોગ નિષ્ણાત દરરોજ બપોરે ૨ થી ૪ તેમજ ડો. પ્રહલાદ ઉઘરેજા હાડકાના રોગના નિષ્ણાંત દર બુધવારે બપોરે ૨ થી ૩ અને ડો. પુલકીત બરાસરા કાનનાક ગળાના નિષ્ણાંત દર ગુરુવારે 10 થી 12 તેમજ ડો. મલય બરાસરા નિષ્ણાંત દર મંગળવારે 11 થી 1 મળશે સાથે દવાખાનામાં ઉપલબ્ધ સારવાર ની વાત કરવામાં આવે તો આધુનિક લેબોરેટરી, ડિજિટલ એક્સ રે મશીન, મલ્ટી પેરા મોનિટર, ઇસીજી મશીન, બાળ રસીકરણ કેન્દ્ર, અને કપાસી બાળવા માટેનું કોટરી મશીન સેવાઓ ઉપલબ્ધ છે જેનો લાભ ચરાડવા ગામ તેમજ આજુબાજુની જનતાને મળશે.
