

બુટવડા પ્રાથમિક અને માધ્યમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 અંતર્ગત માનનીય નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જે એલ બરંડા સાહેબ ની ઉપસ્થિતિ માં યોજવામાં આવ્યો આ તકે બાલવાટિકા માં 26 બાળકો અને ધોરણ – 1 માં 2 બાળકોને નવીન પ્રવેશ આપવામાં આવ્યો આ તમામ બાળકોને સ્કૂલ બેગ.નોટબુક નંગ – 2 .પેન્સિલ રબર.સંચો વગેરેની કીટ.અને દેશી હિસાબ વગેરે જેવી વસ્તુ .તેમજ ધોરણ – 3 થી 8 ના પ્રથમ દ્રિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિધાર્થીને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા.તે સિવાય ધોરણ વાઈઝ વર્ષ દરમ્યાન સૌથી વધુ હાજરી ધરાવનાર વિધાર્થીને લંચ બોક્સ અને કંપાસ આપવામાં આવ્યા .શાળામાં ચાલતી સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે Cet.Nmms.Cgms. અને Psc જેવી પરીક્ષા માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને પણ પેડ આપવામાં આવ્યા .આમ આ કાર્યક્રમ માં બેગ.શિલ્ડ.ઇનામ વિતરણ વગેરેનો સંપૂર્ણ ખર્ચ મુંધવા જીલાભાઇ રામાભાઇ તરફથી અંદાજિત 8500 જેટલી માતબર રકમ બાળકોને ભેટ સ્વરૂપે આપવામાં આવી તે સિવાય તમામ નવીન પ્રવેશ પાત્ર બાળકોને આપડા ગામના તલાટી કમ મંત્રીશ્રી મયુરીબેન તરફથી તેમણે પણ બાળકોને શૈક્ષિણક કીટ આપવામાં આવી આમ બંને દાતાશ્રીઓનો આચાર્યશ્રી અને શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.સમગ્ર કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ મહાનુભાવો.સરપંચશ્રી ઉપસરપંચશ્રી.તલાટી કમ મંત્રી શ્રી. એસ એમ સી કમિટી અને ગ્રામજનો પોતાનો કીમતી સમય કાઢીને શાળામાં હાજર રહ્યા તે બદલ તેમનો પણ શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
