હળવદ તાલુકાના વાકીયા ગામે સામાન્ય બોલાચાલીમાં ઝેરી દવા પી લેતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બાબતની જાણવામળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદ તાલુકાના વાકીયા ગામની સીમમાં મનીષભાઈ પટેલની વાડીએ રહેતા નવલભાઇ રાજુભાઇ મોહનીયા (ઉ.વ.૨૫) એ તેની પત્ની સારીકા સાથે તેમને મજુરી ભાગમા રાખેલ વાકીયા ગામની સીમ મનીષભાઇ પટેલની વાડીએ પાણીની હોઝ પાસે તેમનો નાનો દિકરો અનુરાજ રમતો હોય જે બાબતે સામાન્ય બોલાચાલી થતા નવલભાઈ નામના યુવકને મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે ઝેરી દવા પી જતા ઝેરી દવાની અસર થતા પ્રથમ સારવાર અર્થે પ્રથમ ચરાડવા સરકારી હોસ્પિટલ બાદમાં ત્યાંથી મોરબી સિવિલ હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા ત્યાં ચાલુ સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.
Contact us
- info@halvadkrantinews.com
- +91 8488895888
Follow us on



