Search
Close this search box.

મગફળીના ભુસાની આડમાં રાજકોટ તરફ જતું વિદેશી દારૂ ભરેલ ટ્રેઇલર ને ઝડપી લેતું મોરબી ક્રાઈમ બ્રાન્ચ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે અનેક નુસ્કાઓ અપનાવતા હોય છે ત્યારે મગફળીના ભુસાની બોરીની આડમાં છુપાવીને લઇ જવાતા વિદેશી દારૂ ભરેલ ટેઈલરને વાંકાનેર બાઉન્ડ્રી નજીક મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન અમદવાદથી એક ટ્રેઇલર આરજે ૧૪ જીજી ૫૨૦૫ રાજકોટ તરફ જવાનું હોય જે ટ્રેઇલરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને લઇ જવામાં આવતો હોવાની બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવતા ટ્રેઇલર પસાર થતા તેને રોકી તલાસી લેતા મગફળીના ભુસાની બોરીની આડમાંથી વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ ૧૪૦૪૦ કીમત રૂ.૬૭,૬૯,૯૨૦, ટ્રેઇલર કીમત રૂ.૩૦,૦૦,૦૦૦, રોકડ રૂ.૨૫૦૦. તાલપત્રી રસ્સોસ સહિતનો અન્ય મુદામાલ મળી કુલ કીમત રૂ.૧,૦૨,૭૭,૯૨૦ કબજે કરી ટેઈલર ડ્રાઈવર સતારામ કુશારામ ખોથને ઝડપી પાડ્યો હતો જ્યારે માલ મોકલનાર અને માલ મંગાવનાર સહિતના સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें