Search
Close this search box.

હળવદ શહેર અને તાલુકા ભાજપના સંગઠનના હોદ્દેદારોની વરણી : શહેર પ્રમુખ તપન દવે અને તાલુકા પ્રમુખ ભરત કણજરીયાની નવી ટીમ જાહેર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હળવદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા તેમજ જિલ્લા પ્રભારી હિતેશભાઈ ચૌધરી અને સ્થાનિક મંડળ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ હળવદ શહેર અને તાલુકા ભાજપનું માળખું જાહેર કર્યું છે.હળવદ શહેર ભાજપના અધ્યક્ષ તરીકે તપનભાઈ દવેને સ્થાન આપવામાં આવ્યું હતું.જ્યારે હવે ઉપાધ્યક્ષ તરીકે ગીરીશભાઈ પરમાર, જતીનભાઈ રાવલ, અનસુયાબેન દેથરીયા, હરેન્દ્રસિંહ પરમાર, જાગુબેન કોળીની નિયુક્તિ કરાઈ છે. મહામંત્રી તરીકે ડો. અનિલભાઈ પટેલ અને અમૃતભાઈ કણજરીયાની વરણી કરાવી છે. મંત્રી તરીકે પારુલબેન પરીખ, મહેશભાઈ નાડોદા, જીગ્નેશભાઈ રબારી, અનિલભાઈ ગોસાઈ, વિરેન્દ્રભાઈ સરૈયા અને જ્યોત્સનાબેન ઝાલાની વરણી કરાઈ છે. જ્યારે શહેર ભાજપના કોષાધ્યક્ષ તરીકે મહેશભાઈ તારબુંદીયાની વરણી કરાઈ છે.

હળવદ તાલુકા ભાજપ અધ્યક્ષ તરીકે ભરતભાઈ દલવાડીની વરણી કરવામાં આવી હતી. જ્યારે હવે ઉપાધ્યક્ષ તરીકે સવાભાઈ ડાંગર, મહાદેવભાઇ મારવણીયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઈ પઢિયાર, જગદીશભાઈ કાચરોલા અને હસમુખભાઈ બાપોદરીયાની વરણી કરાવી છે. જ્યારે મહામંત્રી તરીકે મગનભાઈ સીતાપરા અને ડો.કિશોરભાઈ કવાડીયાની નિયુક્તિ કરાવી છે.તેમજ મંત્રી તરીકે જશુબેન દલવાડી, સુરેશભાઈ કોળી, ગીતાબેન રબારી, સુનિતાબેન સુરેલા, મનસુખભાઈ રાઠોડ, નીરૂબેન વાસાણીની વરણી કરાઈ છે. તેમજ કોષાધ્યક્ષ તરીકે ગૌરીબેન ભરવાડની વરણી કરાઈ છે.

Leave a Comment

और पढ़ें