
આ બાબતની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ કરતા મનોજભાઇ વાલજીભાઈ હળવદીયા (ઉ.વ.૩૮) એ આરોપી મોબાઇલ નંબર ધારક તથા અર્ચનાબેન નામની વ્યક્તિ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ભેગા મળી બજાજ કંપની માથી બોલતા હોવાનુ કહી ફરીયાદિની રીક્ષાનો હપ્તો ચડી ગયેલ હોય જે હપ્તો ભરવા માટે ફોનમા વાતચીત કરી ફરીયાદિનો વિશ્વાસ કેળવી બદદાનત થી ફરીયાદીના વોટસઅપમા એક સ્કેનર મોકલી ફરીયાદીના એસ.બી.આઇ. બેન્કના ખાતા માથી ફોન પે મારફતે રૂપીયા-૧૦,૧૯૨/- ની રકમ ઓન લાઇન ટ્રાન્સફર કરાવી રીક્ષાનો કોઇ હપ્તો ભરેલ નહી કે રૂપીયા પણ પાછા નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
