
હળવદના કેદારીયા ગામ પાસે આવેલ વાડીએ દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદીજુદી બ્રાન્ડની ૩૬ બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ તથા વાહન મળીને કુલ ૮૦,૨૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દારૂ સાથે વાડીના માલિકની ધરપકડ કરેલ છે અને દારૂ આપનારનું પણ નામ સામે આવ્યું છે જેથી તે બંને સામે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના કેદારીયા ગામે શ્રાવણજાર નામે ઓળખાતી સીમમાં મહેશભાઈ ઝીંઝવાડીયાની વાડીએ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૩૬ બોટલો મળી આવી હતી. જેથી ૪૦,૨૦૦ ની કિંમતનો દારૂ તથા એકટીવા નંબર જીજે ૩૬ એ એન ૫૨૧૬ જેની કિંમત ૪૦,૦૦૦ આમ કુલ મળીને ૮૦,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી મહેશભાઈ ભીખાભાઈ ઝીંઝવાડીયા રહે. કેદારીયા ગામ હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં શક્તિભાઈ રાજુભાઈ ગોહિલ રહે. માથક તાલુકો હળવદ વાળા પાસેથી દારૂ મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આ બંને શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને માલ આપનાર શક્તિભાઈ ગોહિલને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.
