
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સમીર સારડા સાહેબ ના માર્ગદર્શન મુજબ હળવદ પો. સ્ટે વિસ્તાર – પ્રોહી બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ(૧) હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચરાડવા ગામની હદ વિસ્તારમાં કે.ટી.મિલ પાસે સદામ ગુલમહમદ ભટ્ટી તેઓ વિરુધ્ધમાં ઈંગ્લીશ અને દેશી દારૂના અને મારામારીના અને અપહરણ તથા તેમજ અન્ય અલગ અલગ ગુન્હાઓ દાખલ થયેલ છે તે અસામાજિક તત્વની સરકારી જમીન ઉપર આવેલ કબજા ભોગવટાની બે દુકાનો ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સદરહુ જમીન આશરે ૩૨ ચોરસ મીટર જમીન હોય જે જમીનની જંત્રી મુજબ કિંમત અંદાજે ૨૬,૫૫૦/નું દબાણ કરી પતરાની દુકાનો બનાવેલ હોય જેનું ચરાડવા તલાટી મંત્રીની હાજરીમાં ડિમોલેશન કરવામાં આવેલ છે.આમ ચરાડવા ગામે ઉપરોક્ત બૂટલેગરોએ સરકારી જમીન કુલ આશરે ૩૨ ચોરસ મીટર જેની કુલ કિંમત રૂપિયા ૨૬,૫૫૦/ ની જમીન ઉપર દબાણ કરેલ હોય જે જગ્યા ઉપર ડિમોલેશન કરવામાં આવેલ છે.
