

હળવદ તાલુકાના ચરાડવા ગામે કેટી મિલ વિસ્તારમાં ખોખલી વાવ પાસે આવેલ શ્રી તેજા નંદેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે વિગતે વાત કરવામાં આવે તો સાંજે છ વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે મહાપ્રસાદના દાતા રાહુલભાઈ મેરૂભા ચરમારી અને ભજન ના કલાકાર રણછોડદાસજી પરમાર અને રાજુભાઈ સોલંકી સંતવાણી ની રમઝટ બોલાવશે તો શ્રી તેજાનંદેશ્વર મહાદેવ આશ્રમના મહંત શ્રી શુક્લ રવિરામ બાપુ દ્વારા સૌ ધર્મ પ્રેમી જનતાને ભાવભર્યુ આમંત્રણ છે તા.૧૦/૭/૨૫, કેટીમિલ : ચરાડવા
