

માલણીયાદ ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈને પોલીસે ગરમ આથો, ઠંડો આથો, દેશી દારૂ સહીત ૧૩,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે.હળવદ પોલીસ ટીમે બાતમીને આધારે જુના માલણીયાદ ગામની સીમમાં આરોપી દલસુખ ઉર્ફે દાઉદ વિનોદ કોળીની વાડી પાસે સમૂહ ખેતીની જમીનમાં ખારી નદીના કાંઠે રેડ કરી હતી જ્યાં બાવળની કાંટમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી સ્થળ પરથી પોલીસે દેશી દારૂ ૦૫ લીટર, ગરમ આથો ૧૦૦ લીટર અને ઠંડો આથો ૪૦૦ લીટર સહીત કુલ રૂ ૧૩,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો રેડ દરમિયાન આરોપી દલસુખ કોળી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે.
