Search
Close this search box.

હળવદ તાલુકાના ખોડ ગામે પોતાના ઘરે પાણી ભરવાની ના પાડેલ જે બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકને લાકડી વડે માર મારી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આ બાબતની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા રાજેશભાઈ કરશનભાઈ મારૂ (ઉ.વ.૨૪) એ આરોપી ભુરાભાઇ માંડણભાઇ રબારી, ભરતભાઇ માંડણભાઇ રબારી, સગરામભાઇ માંડણભાઇ રબારી, ધારાભાઇ માંડણભાઇ રબારી રહે. બધા-ખોડ ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભાઈ ભરતભાઈએ પોતાના ઘરે આરોપી ધારાભાઈ માંડણભાઈ રબારીની પત્નીને પાણી ભરવાની ના પાડેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓ લાકડી લઈને આવી ફરીયાદીને લાકડી વડે ઈજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें