

ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા જીઆઇડીસી વિસ્તાર, નવજીવન વિકલાંગ સંસ્થા અને મીઠાના કારખાનામાં કામ કરતા અગરિયાઓ ને અંદાજિત ૧૮૦૦ જોડી ચપ્પલનું દાતાઓના સહયોગથી નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ ના દાતાશ્રી સાંઈ વુમન્સ હોસ્પિટલ અમદાવાદ ના ડોક્ટર શ્રી જયેશભાઈ વી પટેલ, ફ્રેનીલબેન જે પટેલ અને મૌર્ય સર્જીકલ હોસ્પિટલ અમદાવાદના ડોક્ટર પ્રતિકભાઈ શાહ સાહેબના સકારાત્મક આર્થિક સહયોગ દ્વારા આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું. આ કાર્યમાં અમને ગણેશભાઈ રાઠોડ કોચાડા અને હીરાભાઈ તલાટી ગવાણાનું માર્ગદર્શન મળ્યું. ઉનાળાના બડબડતા બપોરે જરૂરિયાત મંદ લોકો ને તાપથી અને ગરમીથી રાહત મળે એ ઉદ્દેશ્યથી આ પરોપકારી કાર્ય કરવામાં આવ્યું. ચપ્પલ મેળવીને નાના નાના બાળકો, ભાઈઓ, બહેનો અને અબાલ વૃદ્ધ સૌના ચહેરા પર ઉમંગ અને ઉત્સાહ સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો. આ પ્રોજેક્ટમાં ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપના સંજયભાઈ માલી, મયુરભાઈ પરમાર, અરવિંદભાઈ દરજી અને અરવિંદભાઈ પાટડીયા જોડાયા હતા. ગ્રુપના સૌ સભ્યોએ દાતાઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
