વાંકાનેરના હોલમઢ ગામની સીમમાં આવેલ વાડીમાં વાઢેલી લીલી જારના પૂળા નીચે સંતાડી રાખેલ વિદેશી દારૂનો મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતને જાણવા મળતી વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકાના હોલમઢ ગામની સીમમાં આવેલ બચુભાઈ પોપટભાઈ બોળીયા એ હોલમઢ ગામની સીમમાં જાલીડા જવાના જુના કાચા રસ્તે આવેલ પોઅની વાડીમાં લીલી વાઢેલ જારના પૂળા નીચે વિદેશી દારૂ અને બીયરનો જથ્થો સંતાડી રાખેલ હોવાની બાતમીના આધારે તપાસ કરતા ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૫૬૪ કીમત રૂ.૩,૩૮,૪૦૦ તથા બીયર ટીન નંગ ૧૫૧૨ કીમત રૂ.૧,૮૯,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૫,૨૭,૪૦૦ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Contact us
- info@halvadkrantinews.com
- +91 8488895888
Follow us on



