Search
Close this search box.

હળવદ મામલતદાર ઓફિસ ખાતે જન સુવિધા કેન્દ્ર ઉપર અરજદારો માટે મંડપની અને ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આજરોજ મામલતદાર કચેરી હળવદ ખાતે હિટવેવની આગાહી અને હવામાન વિભાગ દ્વારા રેડ અલર્ટ જાહેર કરાતા હળવદ મામલતદાર સાહેબ દ્વારા જનસુવિધા કેન્દ્ગ ઉપર અરજદારો માટે મંડપની અને ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ મામલતદાર સાહેબ સાથે સંકલન કરી હળવદ શહેરમાં સેવાકીય સંસ્થા સમર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ નીતાબેન સોલંકી દ્રારા જનસુવિધા કેન્દ્ર હળવદ ખાતે અરજદારોને માટે એરકુલરની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ ફ્રેન્ડસ યુવા ગ્રુપ સંજયભાઈ માલી અને તેમની ટીમ દ્વારા અરજદરો તેમજ સરકારી કર્મચારીઓ માટે મામલતદાર કચેરી તેમજ સરકારી તમામ કચેરી હળવદ કોર્ટના સ્ટેમ્પ તેમજ વકીલશ્રીને અને પોલીસ સ્ટેશન તમામ પોલીસ કર્મીઓને ઠંડી છાસનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આ સાથેજ મામલતદાર શ્રી એ. ટી. ભટ્ટ સાહેબે દ્વારા તમામ સેવાકીય સંસથોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તમામ સેવાકીય સંસ્થાઓ સેવાકીય પ્રવૃત્તિઓમાં આગળ વધે એવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Leave a Comment

और पढ़ें