
પોરબંદર બસ ડેપોના અધિકારીની મદદથી રાત્રે ૩:૦૦ વાગ્યે મુસાફરોને ભુલાઈ ગયેલી બેગ પરત આપવામાં આવતા આ અધિકારીની ફરજ નિષ્ઠાને બીરદાવામાં આવી હતી.રાત્રિના ૦૦:૪૫ વાગ્યાના સમયે કોઇ અજાણ્યા નંબર પરથી પોરબંદર એસ. ટી. ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીનો મોબાઇલ રણકી ઉઠ્યો ,કોઇ બીજુ હોય તો કદાચ આ સમયે ફોન ના પણ ઉપડે પરંતુ કર્મચારીઓ અને મુસાફરોની મદદ માટે હંમેશા તત્પર રહેતા રૂઘાણી માટે જરૂરીયાત પડ્યે અડધી રાત્રે પણ ક્યાંય પણ દોડી જવુ એ તેમના માટે એક સામાન્ય વાત છે.વાત જાણે એમ બની કે તા.૧૯.૪.૨૦૨૫ ના રોજ રાત્રે ૮:૦૦ કલાકે ઉપડેલી પોરબંદર ભાવનગર રૂટની બસમાં મુંબઇ (અંધેરી) થી ગુજરાતના પ્રવાસે આવેલા ત્રણ મિત્રો પોરબંદર થી વેરાવળ માટેની મુસાફરી માટે આ બસમાં બેઠા હતા અને વેરાવળ બસ સ્ટેશન આવતા આ ત્રણેય મીત્રો ઉતરી ગયા અને બસ પણ ત્યાંથી આગળ ભાવનગર જવા માટે નીકળી ગઇ,બસ નીકળ્યાના ૧૫ મિનિટ બાદ આ ત્રણેય મિત્રો પૈકીના યશભાઇ પટેલને યાદ આવ્યુ કે આપણી બેગ તો બસમાં ભુલાઇ ગઇ…..!! હવે શું કરવું?રાત્રે ૧૨:૩૦ વાગ્યે ઓફિસો પણ બંધ હોય અને કોઇ જાણીતું પણ નથી અત્યારે કોણ અને કેવી રીતે મદદ કરી શકે આવી મુંઝવણની વચ્ચે તેમણે વેરાવળ બસ સ્ટેન્ડ ખાતે આવેલી અન્ય બસના ડ્રાઇવર-કંડકટરને બેગ અંગે ની વાત કરી તેમની પાસેથી પોરબંદર ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂઘાણીના મેળવી રાત્રે ૦૦:૪૫ સંપર્ક કરી ભાવનગરવાળી બસના કંડકટરના નંબર માંગ્યા રૂઘાણી પણ સીધા કંડકટરના નંબર આપવાને બદલે મુસાફરની પુછપરછ કરતા તેમણે પોતાની બેગ બસમાં ભુલાઇ ગઇ હોવાનું જણાવતા આ રૂટની બસમાં ફરજ પર ના કંડકટરને કોન્ફરન્સ કોલથી મુસાફર સાથે વાત કરાવતા તેમણે જણાવ્યા મુજબની બેગ બસમાંથી મળી આવી, આથી મુસાફરે આ બેગ કોડીનાર બસ સ્ટેશનના કોઇ સ્ટાફને આપી દેવા અને પોતે કોડીનાર જઇ બેગ લાવવાની તૈયારી બતાવી પરંતુ અડધી રાત્રે અજાણ્યા મુસાફરોને વેરાવળ થી કોડીનાર પહોંચવા માટે કેવી હાલાકી વેઠવી પડશે તે બાબત પણ રૂઘાણી પણ મનોમન સમજી ગયા અને મુસાફરોને તેમનો સામાન વેરાવળ બેઠા જ મળી જાય તેવી સગવડ કરવા માટે ભાવનગર થી પોરબંદર આવતી બસનું લોકેશન ટ્રેક કરી તે રૂટની બસના ડ્રાઇવરનો સંપર્ક કરી પોરબંદરથી ઉપડેલી બસમાંથી મુસાફરોની ભુલાયેલી બેગ લઇ અને વેરાવળ ખાતે મુસાફરને તેમની બેગ પરત કરવા જણાવ્યુ હતુ,રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ વેરાવળ પહોચી અને બસ ડ્રાઇવર લીલાભાઇ ભુતિયાએ આ મુસાફરોના સામાનની યોગ્ય ખાત્રી કરી અને મુસાફરોને તેમની બેગ પરત કરી અને મુસાફર યશભાઇએ જણાવ્યુ કે, આ બેગમાં અમારા ત્રણ એ.ટી.એમ. કાર્ડ અને ત્રણ હજાર રૂપિયા રોકડા હતા પણ અમારૂ જે હતુ તે આ બેગમાં જ હતુ આ સિવાય અમારી પાસે કંઇ જ હતુ અને અજાણ્યા મુસાફરોની આટલી અકલ્પનીય મદદ માટે રૂઘાણીનો,બસ ડ્રાઇવર લીલાભાઇ ભુતિયા, લાખાભાઇ રાતીયા, કંડકટર સંજયભાઇ વિરમગામા,સુરેશભાઈ ડાકી તથા ગુજરાત એસ.ટી. નિગમનો આભાર વ્યકત કર્યો હતો, અને હા મુસાફરોને તેમનો સામાન પરત મળ્યા સુઘી રૂઘાણી જાગતા રહ્યા અને રાત્રે ત્રણ વાગ્યે બસ ડ્રાઇવર લીલાભાઇ તથા મુસાફરો સાથે સામાન પરત મળ્યાની ખાત્રી કર્યા બાદ નિંદ્રાધીન થયા ખરેખર પોરબંદર ડેપોનું ઘરેણુ ગણી શકાય એવા રૂઘાણીની કર્તવ્ય નિષ્ઠાને લાખ લાખ સલામ છે તેમ પોરબંદર એસ.ટી.ડેપોના કંડકટર નેભા કુછડીયાએ જણાવ્યું હતુ.



