
કડીયાણા ગામે આવેલ મસાણી મેલડી માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે એટલે કે 25 તારીખના રોજ હળવદ થી કડીયાણા માતાજીના મંદિર સુધી બાઈક રેલી નીકળશે તેમજ માતાજીના મંદિર પર ધજા ચડાવવામાં આવશે. સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે રાત્રિના સમયે ડાક ડમરૂ ની રમઝટ બોલશે. જેમાં કલાકાર કુલદીપ રબારી સુરેન્દ્રનગર, રાજુભાઈ ચલોડા અમદાવાદ રાજુભાઈ રાવળદેવ માથક વાળા સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ મસાણી મેલડી યુવક ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે
