Search
Close this search box.

હળવદ માળીયા હાઇવે પર ધનાળા પાસે હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને નડ્યો અકસ્માત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાતના જાણીતા અને પોતાની કલાકારી થકી હસાવનાર એવા હાસ્ય કલાકાર હકાભા ગઢવીને અકસ્માત નડ્યો હતો તેઓ કારમાં હળવદથી મોરબી તરફ જઈ રહ્યાં હતા. આ દરમિયાન હળવદના ધનાળા ગામ નજીક પાણીના ટેન્કર પાછળ કાર ભટકાતાં દુર્ઘટના સર્જાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. ડાયરા અને હાસાવાના શોખીન ગુજરાતી સમાજની કોઈ વ્યક્તિ હશે જે હકાભા ગઢવી ન ઓળખતા હોય. દેશભરમાં રમૂજી અને પેટ પકડીને હસાવનારા જોકસથી નામ મેળવનારા હકાભા ગઢવીની કારને હળવદ થી માળીયા હાઈવે પર આવેલ ધનાળા પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. હાસ્ય કલાકાર હકાભા ગઢવી હળવદ થી ધનાળા તરફ જય રહ્યા હતા તે દરમિયાન પાણીના ટેન્કર સાથે કાર ટકરાતા અકસ્માત સર્જાયા હતા. સદનસીબ હકાભાને કે ઈપણ ઈજા પહોંચી નહોતી, હાસ્ય કલાકાર હકાભા ગઢવી જઈ રહ્યા હતા ત્યારે ડીવાઈડર પાસે પાણીના ટેન્કર સાથે કાર ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોય જાનહાની સર્જાય ન હોતી.

Leave a Comment

और पढ़ें