Search
Close this search box.

હળવદ પંથકમાં ત્રણ દિવસના વિજ ચેકીંગ દરમિયાન ૭૭.૯૫ લાખની વીજ ચોરી ઝડપાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વીજ ચેકિંગ કરતા તેમાં હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૧૨ કનેક્શનમાં ચોરીની ઝડપાઈ હતી જેમાં અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરતા ૭૭.૯૫, લાખ વીજ ચોરી ઝડપાઈ પીજીવીસીએલ રાજકોટ જામનગર કચ્છ ની ટીમ હળવદ કાર્યપાલક ઇજનેર કે .જે.પાઘડાળની સૂચનાથી વિભાગીય કચેરીના નાયબ ઈજનેર એમ.એમ .ચૌધરી હળવદ શહેર નાયબ ઈજનેર જે.એલ. બરંડાના માર્ગદર્શન હેઠળ ગુરૂવાર શુક્રવારના શનિવાર ત્રણ દિવસ એસ.આર.પી.હળવદ પોલીસ જવાનો સહિતના હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મયાપુર, ઘનશ્યામપુર, કડીયાણા, ચિત્રોડી, ઈશ્વરનગર, સુંદરગઢ, ઘનશ્યામગઢ, અજીતગઢ, ખોડ, જોગડ, ધનાળા, જેમાં અલગ અલગ ટીમ દ્વારા ૮૨૦ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા અને ૧૧૨ કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ હતી જેમાં ૭૭.૯૫. લાખ નો વીજ દંડ કરવામાં આવ્યો હતો આમ ત્રણ દિવસથી હળવદ પંથકમાં વીજ કંપનીના અધિકારીઓની ટીમ ચેકિંગ હાથ ધરતા વીજ ચોરી કરતા લોકો માં ફફડાટ વ્યાપી ગયો હતો.

Leave a Comment

और पढ़ें