

મોરબી: તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ ના ઉપયોગથી મોરબીમાથી ૮,૩૭,૦૪૭/- ની કિમતના કુલ- ૪૧ ખોવાયેલ મોબાઈલો શોધી કાઢી અરજદારોને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે પરત કર્યા છે.મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા પોલીસ સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને આજે મોરબી સીટી એ ડીવીઝન ના સર્વેલન્સ સ્ટાફએ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”માં એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી મોબાઇલ નંગ- ૪૧ કી.રૂ. ૮,૩૭,૦૪૭/- ના શોધી પબ્લીકને પરત આપી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી સીટી એ ડીવીજન પોલીસ એ સાર્થક કરેલ છે.

