
તેર કરોડ સીતેર લાખનું પી.જી.વી.સી. એલનું અત્યાર સુધીનું આટલી માતબર રકમ નું બિલ ભરપાઈ કરવા ગુજરાત સરકાર દ્વારા હુકમ કરવામાં આવ્યો.

હળવદ નગરપાલિકા ની તાજેતર માં યોજાયેલ ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત બોડી અસ્તિત્વ માં આવી અને યુવા ઉર્જાવાન અને શિક્ષિત પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ દ્વારા અનેક વિકાસ કાર્યો આરંભાયા છે સાથે સાથે ગુજરાત સરકાર માં અનેકવિધ વિકાસ કાર્યો ની દરખાસ્તો કરવામાં આવી છે અને ખાસ આટલા વર્ષો થી પી.જી.વી.સી.એલ (જી. ઇ.બી) નું રૂપિયા 13,70,00,000/- જેટલી માતબર રકમ નું બાકી બિલ હોઈ જેથી અવારનવાર કંપની દ્વારા નગરપાલિકા ને બિલ ભરવા માટે નોટિસ આપેલ હોય ત્યારે આ વિષય પ્રમુખ અને સદસ્યોને ધ્યાન માં આવતા ચીફ ઑફિસર તુષાર ઝાલરિયા સાથે સંકલન કરી તુરંત જરૂરી કાગળો તૈયાર કરી સરકાર માં આ બિલ ભરપાઈ કરવા માટે દરખાસ્ત મોકલી આપી હતી તે અનુસંધાને આજરોજ ગુજરાત સરકાર ના મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા આ રકમ ભરપાઈ કરવા માટે હુકમ થયેલ છે ત્યારે આ નિર્ણય માટે હળવદ નગરપાલિકા ના તમામ પદાધિકારીઓ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને હળવદ શહેર ભારતીય જનતા પાર્ટી ના શીર્ષ નેતૃત્વ, આગેવાનો અને ગુજરાત સરકાર નો આભાર વ્યક્ત કરે છે.

