Search
Close this search box.

હળવદના ચરાડવા ગામ પાસેથી રીક્ષામાં કતલખાને લઈ જવાતા બે પાડાને બચાવાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હળવદ ના ચરાડવા ગામ પાસેથી રિક્ષામાં કતલખાને લઈ જવાતા બે પાડા ને બચાવાયા મહિલા સહિત બે સામે ગુનો નોંધીને પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બાબતની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ શિવ બંગલો સોસાયટી ખાતે રહેતા ભાવેશભાઈ ચંદુભાઈ ઠક્કર એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયેશભાઈ બચુભાઈ સલાટ રહે. સુંદરગઢ રોડના કાંઠા ઉપર મૂળ રહે. કવાડિયા તાલુકો હળવદ અને હસીબેન રૂપાભાઈ સલાટ રહે. કવાડિયા તાલુકો હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, હળવદ તાલુકાના ચરાડવા ગામે બસ સ્ટેશન પાસેથી સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ ડબલ્યુ ૭૧૭૪ લઈને બંને આરોપીઓ જઈ રહ્યા હતા દરમિયાન રીક્ષાને ચેક કરતા તેમાં દોરડા વડે બે પાડાને બાંધીને લઈ જતા અને વાહનમાં ઘાસચારો કે પાણીની કોઈ સગવડ રાખવામાં આવી ન હતી જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુજરાત પશુ કુરતા અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોધીને આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें