Search
Close this search box.

ઉધોગનગરી મોરબીની ભૂમિ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મોરબી જિલ્લાના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમૂહુર્ત પ્રસંગે પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોરબી હેલિપેડ ખાતે સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.મયૂરનગરી ખાતે પધારેલા મુખ્યમંત્રીને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેથી, રાજયસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, અગ્રણી જયંતીભાઇ રાજકોટીયા, હિતેષભાઈ ચૌધરી, નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઈ મિયાત્રા, કે.એસ. અમૃતિયા સહિતના મહાનુભાવોએ ઉમળકાભેર આવકાર આપ્યો હતો.

Leave a Comment

और पढ़ें