હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે થી બજરંગ દળના યુવાનોએ એક સ્પીડમાં જતી સીએનજી રીક્ષા ને રોકી તો તેના અંદર કૃતા પૂર્વક બાંધેલા બે પાડા મળી આવ્યા હતા ત્યારબાદ પોલીસને જાણ કરી યુવાનો દ્વારા રીક્ષા ચાલકને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યો હતો આ બાબતની જાણવા મળતી વિગતો મુજબ બજરંગ દળ ના ગુજરાત ક્ષેત્રીય સંયોજક ભાવેશભાઈ ઠક્કર, અને ચરાડવાના રાકેશભાઈ પટેલ, ધાર્મિક ભાઈ હલાણી, બલરામભાઇ નિમાવત અને હિરેનભાઈ જોશી ને બાતમી હોય કે સીએનજી રીક્ષામાં પાડા ને બાંધીને લઈ જવામાં આવી રહ્યા છે તેના આધારે ચરાડવા ગામે સીએનજી રીક્ષા આવતા તેમાં તપાસ કરતા બે પાડા ને કૃરતા પૂર્વક બાંધીને રાખેલા હતા જેથી યુવાનોએ હળવદ પોલીસને જાણ કરી સીએનજી રીક્ષા અને રીક્ષા ચાલકને હળવદ પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા હતા. અને સરાહનીય કામગીરી કરી હતી. અનેઆ પાડા ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાતા હતા તેની તપાસ હળવદ પોલીસ કરી રહી છે. આ કામગીરીમાં હળવદ પોલીસનો પણ ખૂબ સારો સહકાર મળ્યો હતો.


