હળવદ તાલુકાના નવી જોગડ ગામે મેઇન બજારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોએ હળવદ પોલીસે ઝડપી લીધા હતાઆ બાબતની જાણમળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હળવદ તાલુકાના નવી જોગડ ગામે મેઇન બજારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ભરતભાઇ માવજીભાઇ મજેઠીયા (ઉ.વ.૪૨) રહે ગામ નવી જોગડ તા. હળવદદ, મહિપતભાઇ પુંજાભાઇ ઝીંઝવાડીયા (ઉ.વ.૫૦) રહે ગામ જુની જોગડ તા.હળવદ, રમેશભાઇ બચુભાઇ મહાલીયા (ઉ.વ.૫૦) રહે. ગામ ખોડ તા.હળવદ, કિશોરભાઇ સોંડાભાઇ શંખેરીયા (ઉ.વ.૫૦) રહે. ગામ કીડી તા.હળવદવાળાને રોકડ રકમ રૂ. ૧૦૩૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Contact us
- info@halvadkrantinews.com
- +91 8488895888
Follow us on



