Search
Close this search box.

વાંકાનેર નજીક ટ્રકમાં માટીની આડમાં છુપાવેલ રૂ.૮.૯૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાંકાનેર ના જાંબુડીયા ગામના પાટીયા પાસે આવેલ શક્તિરાજ હોટલના ગ્રાઉન્ડમાંથી ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૮૧૬ કિ.રૂ. ૮,૯૭,૬૦૦ /- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ ૨૯,૩૪,૨૦૪ /- ના મુદામાલ સાથે બે આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા. આ બાબતની જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, એક ટ્રક ટ્રેલર નંબર- RJ-36-GA- 9523 વાળી જે હાલે મોરબી-વાંકાનેર હાઇવે રોડ ભાયાતી જાંબુડીયા ગામની સીમ ભાયાતી જાંબુડીયા પાટીયા નજીક આવેલ શક્તિરાજ હોટલના ગ્રાઉંડમાં પડેલ છે અને ત્યા બે ઇસમો હાજર છે જે ટ્રકમાં માટીની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. તેવી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઇ ટ્રક ટ્રેલરની તપાસ કરી આ ટ્રેક ટ્રેલર ચેક કરતા તેમાં આરોપી રવીજીતસિંહ રૂપસિંગ રાવત, અબ્દુલ શ્રવણસિંગ હરબુસિંગ મેરાત રહે.ઢોસલા ગામ થાણા સાંકેત નગર તા.જી.બ્યાવર રાજસ્થાનવાળા પાસેથી ટ્રક ટ્રેલર નં. RJ-36-GA- 9523 કિ.રૂ. ૨૦,૦૦,૦૦૦/તથા વિદેશી દારૂની બોટલો નંગ-૮૧૬ કી.રૂ.૨ ૮,૯૭,૬૦૦ /-તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨૯,૩૪,૨૦૪ /- નો મુદામાલ સાથે મળી આવતા પોલીસે પુછપરછ કરતા અન્ય બે શખ્સો માલ મોકલનાર- રાહુલસિંગ ઉર્ફે ડેની રાવત રહે જવાજા જી.બ્યાવર રાજસ્થાન તથા માલ મંગાવનાર- ઉદયભાઈ જોરૂભાઈ કરપડા રહે.હાલ મોરબી હળવદ રોડ મહેંદ્રનગર તા.જી. મોરબીવાળાનુ નામ ખુલતા તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Leave a Comment

और पढ़ें