Search
Close this search box.

મોરબીમાં ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અન્વયે જાગૃતિ સેમીનાર યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા સતવારા સમાજની વાડી, વાઘપરા, મોરબી ખાતે મહિલાઓને ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અન્વયે જાગૃતિ સેમીનાર યોજાયો હતો.

આ સેમીનારમાં ઉપસ્થિત મહિલાઓને કાયદા નિષ્ણાંતશ્રી નસીમબેન ખોખર દ્વારા ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ વિષે વિસ્તૃત સમજ આપતા જો કોઈ મહિલા ઘરેલું હિંસાનો ભોગ બને તો તેમને શું પગલાં લેવા તે અંગે વિગતે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી જે.બી. ત્રિવેદી દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Leave a Comment

और पढ़ें