
ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામે વિદેશી દારૂ વેચતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે નરાળી ગામે રેણાકી મકાનમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ બીયર ટીમ દેશી દારૂ સહીત કુલ રૂપિયા ૧,૯૯,૦૬૦ મુદ્દામલ ઝડપી પાડી બે આરોપીઓ સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો. ધ્રાંગધ્રા પોલીસ દ્વારા ખાસ પ્રોહીબીશન ડ્રાંઈવનું આયોજન હાથ ધરાયું છે ત્યારે નરાળી ગામે રેણાકી મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચતો હોવાની માહિતી ના આધારે તાલુકા પોલીસના ઇન્ચાર્જ પીઆઇ એમ.બી.વિરજાની સૂચનાને લયને હેડ કોસ્ટેબલ, વિભાભાઈ, બીજરાજસિંહ, નરેશભાઈ ભોજીયા સહિત સ્ટાફ દ્વારા નરાળી ગામે રેણાકી મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનીઅલગ અલગ બ્રાન્ડની બોટલો તથા દેશી દારૂ સહિત કુલ રૂપિયા ૧,૯૯,૦૬૦, મુદ્દામાલ તાલુકા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં આરોપી રાહુલભાઈ મનસુખભાઈ કોળી, હિતેશભાઈ ઉફે નારાયણભાઈ જલાભાઈ કોળી, રહે નરાળી વાળા બંને આરોપીઓ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ઘરી હતી.
