

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 અંતર્ગત આજરોજ શાળામાં બાલવાટિકા અને ધો.1 માં કુલ 19 બાળકો ને પ્રવેશ આપવામાં આવેલ.આ તકે સરપંચ શ્રી ના પ્રતિનિધિ તરીકે રમેશભાઈ માકાસણાગામ અગ્રણી ભરતભાઇ વઢરેકિયા હળવદ તાલુકા ભાજપ આઇટી સેલ ઇન્ચાર્જ વિશાલ ત્રિવેદી ,ઉપસરપંચ શ્રી મુનભાઈ ઠૂંગા.. સભ્યમહેશભાઈ..એસ.એમ.સી.સભ્યો તમામ…ગ્રામજનો તેમજ દાતા શ્રી ગણેશભાઈ પારઘી..ગોપાલભાઈ વષ્ણવ.. હાજર રહ્યા હતા. કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવેલ હતું


આ તકે પ્રવેશ મેળવેલ તમામ ૧૯ બાળકો ને ભરતભાઈ વઢરેકિયા તરફ થી કુલ ૧૦,૦૦૦ રૂપિયા નું અનુદાન બાળકોને યુનિફોર્મ માટે તેમજ પ્રવેશ મેળવતા બાળકો ને દફતર અને શૈક્ષણિક કીટ માટે રૂ.૬૫૦૦ નું અનુદાન…. તેમજ વર્ષ ભર બાળકો ને સ્ટેશનરી માટે વિક્રમસિંહ ઝાલા તરફથી રૂ. ૩૦૦૦ અને ગોપાલભાઈ વૈશણવ તરફથી રૂ.૨૦૦૦ નું અનુદાન શાળાને આપવામાં આવેલ.શાળામાં ગત વાર્ષિક પરિક્ષા માં બાલ વાટિકાથી ધો.૮ સુધી પ્રથમ ત્રણ નંબર મેળવેલ બાળકો ને ઠાકરશીભાઈ માકાસણા તરફથી રૂ.૧૦,૦૦૦ ની રકમ ના ઇનામો આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મનસુખભાઈ વડદોલિયા તરફથી બાલ વાટિકાના બાળકો માટે રૂ. ૫૦૦૦ નું અનુદાન રમકડાંની કિટ માટે આપવામાં આવેલ. પરેશભાઈ મોરડીયા તરફથી મ.ભોજન માટે સ્ટીલની ડિશ માટે રૂ.૫૦૦૦ નું અનુદાન આપેલ આ તકે છેલ્લે સાહિલભાઈ તરફ થી તમામ બાળકોને પફ નો નાસ્તો આપવામાં આવેલ. કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો તમામ દાતા અને કાર્યક્રમ માં હાજર રહેલા સૌનો શાળા પરિવાર ખૂબ આભાર વ્યક્ત કરે છે.
