
હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં માતાજીના મંદિરમાં અલગ અલગ દાનપેટીમા રહેલ આશરે ૫૨,૦૦૦ રોકડા રૂપિયા કોઇ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ આ બાબતની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે ગીરીરાજ સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલા એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમે ચરાડવા મહાકાળી આશ્રમમાં અંદર આવેલ કાળભૈરવ મંદિર તથા મહાદેવ મંદિરની બન્ને અલગ અલગ દાનપેટીમાં રહેલ આશરે રોકડા રૂપિયા ૫૨,૦૦૦/- જેટલાની ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.
