


હળવદ તાલુકાના ૮ ગ્રામ પંચાયતની ચુંટણી પરીણામ આજે હળવદ ની મોડેલ સ્કૂલ ખાતેજાહેર કરવામાં આવ્યાં હતા . ચુસ્ત પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં ઇસનપુર માં સરપંચ તરીકે રંજનબા રાજેન્દ્રસિંહ ઝાલા , નવા વેગડવાવ સરપંચ ધનજીભાઈ બાવલભાઈ કણજારીયા, ઈશ્વર નગર સરપંચ રૂપલબેન રાજેશભાઈ પરમાર ,રાયસંગપુર સરપંચ અંબારામભાઈ ઉકાભાઇ જાંબુકિયા, શિવપુર સરપંચ ગણેશભાઈ બચુભાઈ વાધોડીયા, મંગળપુર સરપંચ રાજેશભાઈ ધીરાભાઈ નગવાડીયા અને વેગડવાવ માં સરપંચ તરીકે મીરાબા યોગેશદાન ગઢવી વિજેતા જાહેર થયા હતા.જેમા રાયસંગપુર અને રાણેકપર ગામે સરપંચની ચૂંટણી હતી જ્યારે અન્ય ગામોમાં તમામ સદસ્યો અને સરપંચની ચૂંટણી હતી. ચૂંટણીને પગલે મોડેલ સ્કૂલની બહાર સરપંચોના સમર્થકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જીતેલા ઉમેદવારના ટેકેદારોએ ફટાકડા, ફુલહાર અને અબીલ ગુલાલ ઉડાડીને વિજય મનાવ્યો હતો.
