

શંકરાચાર્યજીનું શક્તિ મંદિરે ઢોલ નગારા સાથે અને રાજપુતી પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ માં શક્તિ અને હલાદીનાથ મહાદેવ નું પૂજન અર્ચન અને દર્શન બાદ હળવદ શહેર નો પાયો જે હળ થી ખોદાયો તેના દર્શન અને માહિતગાર કરવામાં આવ્યા ત્યાર બાદ તેમનું ક્ષત્રિય સમાજ દ્વારા રાજપુતી રીત થી પાઘડી અને તલવાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથેજ દ્વારકા મંદિર નો જીર્ણોધાર કરાવનાર અને મંદિર ના શિખર પર શક્તિ માં ની સ્થાપના કરનાર ૫માં ઝલ્લેશ્વર અર્જુનદેવજી (દ્વારકાદાસજી) નું પેઇન્ટિંગ અને શક્તિ માં ની સ્થાપના નો ઇતિહાસ પૂરો પાડતી પુષ્તિકા અર્પણ કરવામાં આવી હતી.
શંકરાચાર્યને તથા સમાજને ઝલ્લ મખવાન પરંપરા અને શંકરાચાર્યની પરંપરા ને હજારો વર્ષોના સબંધ છે તે વાત થી માહિતગાર કરવામાં આવ્યા હતા


જગતગુરુજી એ દિવ્ય સત્સંગથી ક્ષત્રિય ધર્મ અને કર્મ વિશે અને ક્ષત્રિય ની પરંપરા અને તેના જન્મ જાત ગુણો વિષે વિસ્તૃત ધાર્મિક માહિતી આપી પ્રવચન થી ધન્ય કર્યા હતા. આ સભામાં હળવદ શહેર તથા ગ્રામ્યના ક્ષત્રિય સમાજના આગેવાનો, માતાઓ બહેનો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.


