Search
Close this search box.

હળવદ અને મોરબીમાં થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ બાઈક સાથે એકને એલસીબી એ ઝડપી લીધો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હળવદ તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ બે મોટરસાયકલ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી, એક ઇસમને ત્રણ ચોરીના મોટરસાયકલ સાથે માળીયા ખાતેથી મોરબી ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યો છે.મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી બાતમીદારો આધારે બાતમી મળેલ કે, રજાક દોસમામદ મીંયાણા રહે. કાજરડા નીશાળ પાસે તા.માળીયા વાળો પોતે ચોરી કરેલા મોટર સાયકલો તેના મકાને રાખેલ છે અને પોતે પણ ત્યા હાજર છે. તેવી બાતમી મળેલ હોય જેથી ઇસમના રહેણાક મકાને તપાસ કરતા તેના ફળીયામાંથી નંબર પ્લેટ વગરના અલગ અલગ ત્રણ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલો મળી આવેલ જે ત્રણેય મોટર સાયકલ બાબતે ઇસમને પુછતા પોતે ફર્યુ ફર્યું બોલતો હોય અને આ ત્રણેય મોટર સાયકલો ના આધાર કે આર.સી.બુક માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ જેથી ઇસમની વિષેશ પુછપરછ કરતા તેણે આ મોટર સાયકલો અલગ-અલગ જગ્યાએથી જેમાં મોરબી તાલુકાના લુંટાવદર ગામે તથા હળવદ તાલુકાના દેવળીયા ગામે તથા ભચાઉ ખાતેથી ચોરી કરેલ હોય જેથી મળી આવેલ મોટર સાયકલો બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મોટરસાયકલ ચોરી થયેલ હોવાનુ જણાયેલ જેથી આરોપી પાસેથી મળી આવેલ ત્રણેય મોટરસાયકલ પૈકી બે મોટરસાયકલ ચોરીના ગુનાના કામના મુદામાલ તરીકે તેમજ એક મો.સા. ચોરી કે છળકપટથી મેળવેલ શકપડતી મિલ્કત તરીકે મળી આવતા ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી પકડાયેલ ઇસમને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા (મિં) પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

Leave a Comment

और पढ़ें