

ભારત વિકાસ પરિષદ હળવદ શાખા દ્વારા દાતા શ્રી નાં સહયોગ થી હળવદ તાલુકામાં અભ્યાસ કરતી સરકારી શાળાની બાળાઓ ને બે ફૂલસ્કેપ ચોપડા વિતરણ કરવામાં આવ્યું. કુલ દસ હજાર ચોપડા વિતરણ કરવામાં આવ્યા જે બી.આર.સી. ભવન હળવદ ખાતે આચાર્ય શ્રી ની પ્રવેશોત્સવ અંતર્ગત રાખેલ મિટિંગ સાથે જ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ક્લસ્ટર મુજબ સી.આર.સી. મિત્રો ના સાથ સહકારથી દરેક બાળાઓ ને બે નંગ ચોપડા મળી રહે તેવુ સુચારુ આયોજન કરવામાં આવ્યું જેમાં પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી પ્રવીણભાઈ અંબારિયા.કે.ની. શ્રી ધનજીભાઈ ચાવડા અને સુનિલભાઈ મકવાણા. બી.આર.સી. શ્રી મિલનભાઈ પટેલ. પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ નાયકપરા. માધ્યમિક વિભાગના ગૌતમભાઈ પાડલીયા. બી.આર.સી. સ્ટાફ તેમજ ભારત વિકાસ પરિષદ હળવદ શાખા ના અધ્યક્ષ ઘનશ્યામભાઈ દેથરીયા. તેમજ કારોબારી સભ્યો શ્રી રણજીતસિંહ સોલંકી. ચતુરભાઈ પાટડિયા. અનિલભાઈ પટેલ. રાજેશ ભુવા. અશ્વિન સિણોજીયા. મેહુલ ગઢવી. મનુભાઈ રાઠોડ. મણિલાલ પટેલ. પરેશ પારેજીયા. આરતીબેન રાઠોડ. તેમજ ભારત વિકાસ પરિષદ ના સભ્ય શ્રી નો સહયોગ મળ્યો. ભારત વિકાસ પરિષદ હળવદ શાખા દાતા શ્રી નો ખૂબ ખૂબ આભાર માની તેમના વિચારોને વંદન કરે છે. ભવિષ્યમાં પણ સેવા કાર્યો માં સહકાર મળશે તેવી આશા રાખવામાં આવે છે.ઘનશ્યામ દેથરિયા અધ્યક્ષ,રણજીત સિંહ સોલંકી સેક્રેટરી ,ડૉ. અનિલ પટેલ કોષાધ્યક્ષ ભારત વિકાસ પરિષદ હળવદ શાખા
