Search
Close this search box.

હળવદની સરા ચોકડી પાસે રીક્ષામાંથી વિદેશી દારૂની ૬૦ બોટલો સાથે બે ને ઝડપી લેતી હળવદ પોલીસ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હળવદ માળિયા હાઈવે રોડ ઉપર સરા ચોકડી નજીક સિ.એન.જી રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂની ૬૦ બોટલો સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી લીધા હતા આ બનાવની જાણવામળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ માળિયા હાઈવે રોડ ઉપર સરા ચોકડી નજીક આરોપીઓએ પોતાના કબ્જા ભોગવટા વાળી સી.એન.જી. ઓટો રીક્ષા રજીસ્ટર નંબર -જીજે-૨૪-વાય-૦૧૪૭ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૬૦ કિં રૂ. ૫૧,૬૦૦ તથા રીક્ષા કિં રૂ. ૧,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૧,૫૧,૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અજીતકુમાર કાળુભાઇ ઓણેસા (ઉ.વ.૨૮) રહે. પીપળીધામ ભરવાડવાસ તા.પાટડી જી.સુરેંદ્રનગર તથા અરમાન ઇકબાલભાઇ જુણેઝા (ઉ.વ.૨૧) રહે. રણછોડનગર તા.જી.મોરબીવાળાને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें