Search
Close this search box.

મોરબી કચ્છ હાઇવે પર હરીપર ગામના બ્રિજ પરથી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મોરબી-કચ્છ હાઇવે રોડ ઉપર, હરીપર ગામના બ્રીજ પરથી ક્રેટા ગાડીમાં ભરેલ અલગ અલગ બ્રાંડની નાની મોટી બોટલો નંગ-૨૪૨ તથા બીયર ટીન નંગ-પપર કી રૂ ૩,૮૬,૪૪૦/- તથા મોબાઇલ ફોન તથા કાર મળી કુલ રૂ ૮,૯૧,૪૪૦/- નો મુદામાલ માળીયા (મીં) પોલીસે કબજે કરેલ છે.માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે હળવદ તરફથી એક ક્રેટા કાર જેના રજીસ્ટર નં- GJ-૦૯- BN- ૩૦૨૧ વાળીમાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી કચ્છ તરફ જવાની હોય તેવી ચોક્કસ બાતમીના આધારે હરીપર ગામના બ્રીજ ઉતરવાના રસ્તા પાસે હાઇ-વે રોડ પર ઉપર વાહનો બ્લોક કરી વાહન ચેકીંગ દરમ્યાન બાતમીવાળી કારનો ચાલક રોડ ઉપર બ્લોક કરેલ વાહનો જોઇ કાર મુકી નાશી ગયેલ કેટા કાર જેના રજી નં GJ-૦૯- BN- ૩૦૨૧ વાળીમાથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-૨૪૨ કિ.રૂ. ૨,૬૫,૦૦૦/- તથા બીયર ટીન નંગ પપર કિ રૂ ૧,૨૧,૪૪૦/- તથા એક મોબાઇલ ફોન તથા ક્રેટા કાર મળી કુલ કિંમત ૮,૯૧,૪૪૦/- નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી કાર મુકી નાશી ગયેલ આરોપીને પકડી પડવા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Comment

और पढ़ें