Search
Close this search box.

હળવદ બાયપાસ ખાતે તિરંગા સર્કલની નિર્માણ થશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હળવદ એ પ્રગતિશીલ શહેર છે સાથે હળવદ ના લોકો ખમીરવંતા પણ છે અને રાષ્ટ્રભક્તિ ની વાત આવે ત્યારે આખું ગામ એક થઈ અને કોઈ પણ દેશભક્તિ નું ગામ સમસ્ત એક થઈને સાથે મળી અને કાર્ય કરતું આવ્યું છે ત્યારે હળવદ બાયપાસ સર્કલ પર ધારાસભ્ય પ્રકાશ વરમોરા ના માર્ગદર્શન હેઠળ આગામી સમય માં લાઈટિંગ અને વૃક્ષો થી સુશોભિત તિરંગા સર્કલ બનાવવા માં આવશે જ્યાં દેશ ની આનબાન અને શાન એવા રાષ્ટ્ર ધ્વજ ને લહેરાવવા માં આવશે આ સાથે તમામ પ્રોટોકોલ નુ ચુસ્ત પણે પાલન કરવામાં આવશે સાથે રાત્રી સમયે લાઈટિંગ અને અન્ય સુશોભન થી આ સર્કલ એ આકર્ષણનું કેન્દ્ર બનશે ત્યારે આ તકે GSRDC ગાંધીનગર ના અધિકારી શ્રી આર.એમ.ઝાલા, નગરપાલિકા પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ, ચીફ ઑફિસર તુષારભાઈ ઝાલરિયા, શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે, નગરપાલિકા ઉપપ્રમુખ સતીષભાઈ પટેલ, કારોબારી ચેરમેન મહેશભાઈ કણઝરિયા સહિત નગરપાલિકા અને રોડનું સંચાલન કરતી કંપનીના અધિકારીઓ એ સંયુક્ત પણે આ સ્થળની મુલાકાત લઈ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Comment

और पढ़ें