
જૂન માસ મેલેરિયા વિરોધી માસ” ઉજવણી અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પી.કે શ્રીવાસ્તવ તથા જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ વિપુલ કારોલીયા ના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ચિંતન દોશી તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝર લાલજીભાઈ બસિયા અને પ્રા.આ.કેન્દ્ર ટીકર (રણ) મેડિકલ ઓફિસર ડૉ પરેશભાઈ પટેલ તથા આયુષ ઓફિસર શ્રી પિયુષ રાવલ ના સુપરવિઝન હેઠળ ઈ.ચા. સુપરવાઇઝર દેવેન્દ્રદાન ઈશરાણી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકર(રણ) હેઠળ આવતા જુદા જુદા ગામોમાં આરોગ્યની ટીમો ની રચના કરી મચ્છરજન્ય રોગચાળો ના વકરે તે માટે ટીમો દ્વારા ઘેર ઘેર જઈ સધન સર્વે કામગીરી,પોરાનાશક કામગીરી, પત્રિકા વિતરણ, જનજાગૃતિ IEC, માઈક પ્રચાર જેવી કામગીરી કરેલ તેમજ કાયમી વરસાદી પાણી ભરાઈ રહેતા ખાડા, ખાબોચિયા, વોકળા, ખેત તળાવ માં ડાયફ્લૂબેન્જ્યુરન દવાનો છંટકાવ તેમજ ગપ્પી માછલીઓ મૂકવી જેવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવેલ જેથી આવનારા સમયમાં લોકો વાહકજન્ય બીમારીઓ થી સુરક્ષિત રહે અને લોકો નું આરોગ્ય જળવાય રહે તેમજ સરકારશ્રીના મેલેરીયા મુકત અભિયાન ને સાર્થક કરી શકીએ
