
જૂન મેલેરિયા માસ અંતર્ગત હાઉસ ટુ હાઉસ સર્વે કામગીરી કરી વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઈ.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.પી.કે. શ્રીવાસ્તવ સાહેબ,જિલ્લા મેલેરીયા અધિકારી શ્રી ડો.વિપુલ કારોલીયા સાહેબ,તાલુકા હેલ્થ ઓફિસર હળવદ શ્રી ડો.ચિંતન દોશી સાહેબ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મયુરનગર ના મેડિકલ ઓફિસર શ્રી ડો. પરેશ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મયુરનગર હેઠળના ગામોમાં જૂન માસ અંતર્ગત હાઉસ ટુ હાઉસ સઘન સર્વે તથા વાહકજન્ય રોગચાળા અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ઘરોમાં તેમજ ગામ માં જે–તે સ્થળોએ ભરાયેલ વરસાદી પાણી દૂર કરવા તથા લોકોને વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યુ હતું. વાહકજન્ય રોગના નિરાકરણ માટે વહેલું નિદાન, સારવાર તથા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી કરવામાં આવી હતી. સ્કુલ તથા ગામમાં આરોગ્ય શિક્ષણ તથા પત્રિકા વિતરણ કરી IEC કામગીરી હાથ ધરવામાં આવી હતી. ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કાર્યકરો દ્વારા જૂન માસ મેલેરિયા માસ ને એક ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરાઈ છે.તેમજ ફિલ્ડ કર્મચારી દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા મેલેરીયા,ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગ ના કેસ ની શોધખોળ કરી લોહીના નમૂના લેવા તથા મચ્છર ઉત્પતિ સ્થાનોની તપાસ કરી પોરાનાસક કામગીરી, નકામા પાત્રોને ખાલી કરાવ્યા તથા પક્ષી કુંજ ને નિયમિત સાફ કરવા તથા ઘર ની અંદર તથા બહાર ના ભાગ માં ભરાયેલ પાણી માં ટેમિફોસ નાખી જૈવિક નિયંત્રણ કામગીરી હાથ ધરવામાં આવી. વાહકજન્ય રોગચાળા અટકાવવા માટે લોકો ને બહોળા પ્રમાણ માં આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.
