

મૃતદેહ વતન લાવવામાં રાજકીય આગેવાનો એ ખૂબ મહેનત કરી
સાંસદ ચંદુભાઈ શિહોરા, રજનીભાઈ સંઘાણી, ઘનશ્યામભાઈ ગોહિલ સ્મશાન યાત્રામાં પહોંચ્યા હળવદ તાલુકાના મેરૂપર ગામના 29 વર્ષનો યુવાન ઓસ્ટ્રેલિયામાં ગુમ થયો હતો. 2 દિવસ બાદ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવાર અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મેરૂપર ગામનો યુવાન 29 વર્ષનો જયદીપ અજીતસિંહ ડોડીયા 7 વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયાગયો હતો. ત્યારબાદ ભણીને ત્યાં નોકરી મેળવી હતી. આ યુવાનના એક વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્નના ત્રણ મહિના બાદ પત્નીના વિઝા પણ મળી ગયા પતિ-પત્ની બંને ઓસ્ટ્રેલિયા રહેતા હતા. ગત તા. 1 જૂનના રોજ રાત્રિના સમયે નોકરી પર નીકળ્યો હતો. ત્યારબાદ ઘરે નહીં આવતા શોધખોળ શરૂ કરી હતી. પરંતુ શોધખોળ સ્થાનિક મીડિયામાં પણ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રોલિયામાં ઘરની બાજુમાં નદીમાં કાંઠે શંકાસ્પદ હાલતમાં જયદીપસિંહ ડોડીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને ઓળખ માટે બોલાવવામાં આવ્યા ત્યારે ખરાઈકરતા મૃતદેહ જયદીપ ડોડીયાનો હોવાનું માલૂમ પડયું હતું. ત્યારે આ બાબતે ઓસ્ટ્રેલિયા રહેતા મૃતકના સાળાએ મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. અજીતસિંહ ડોડીયાને સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરી છે. જેમાં સૌથી મોટા દીકરા જયદીપનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, રાજકીય આગેવાનો મારફતે મૃતદેહને આજે પોતાના વતન મેરૂપર ખાતે લાવવામાં આવ્યો હતો. યુવાનના મોતને પગલે ગામમાં શોકનું મોજુ ફેલાયું હતું. જયદીપસિંહ ની સ્મશાન યાત્રામાં સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ સિહોરા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, ઘનશ્યામભાઈ ગોહિલ સહિતના આગેવાનો આવ્યા હતા.
