Search
Close this search box.

હળવદના જુના દેવડીયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મોરબી જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ લાઈફકેર બ્લડ બેન્ક, પ્રા આ કેન્દ્ર જુના દેવળીયા, THO ઓફિસ હળવદ ના સહયોગ થી હળવદ તાલુકાના પ્રા.આ.કેન્દ્ર જુના દેવળીયા ખાતે તા. ૧૭-૬-૨૦૨૫ ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.આ તકે મેડિકલ ઓફિસર જુના દેવળીયા તથા PHC ના તમામ સ્ટાફ ના અથાગ પ્રયત્ન થકી જુના દેવળીયા તથા આજુબાજુના ગામોમાં થી સ્ટાફ દ્વારા લોકોને પ્રોત્સાહિત કરી, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસતા વરસાદ મા લોકો દ્વારા ઉત્સાહભેર રક્તદાન કરવામાં આવ્યું અને જિલ્લા વહીવટી તંત્રની અપેક્ષા થી વધુ ૧૦૬ જેટલી રક્તની બોટલ એકત્રિત કરવામાં આવેલ અને કેમ્પ ને સફળ બનાવેલ. કેમ્પ ના અંતે મેડિકલ ઓફિસર જુના દેવળીયા દ્વારા ગ્રામ પંચાયત, તેમજ સ્થાનિક આગેવાનો અને ગામલોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Leave a Comment

और पढ़ें