Search
Close this search box.

હળવદ વિસ્તાર ના સાચા લોક સેવક, સૌ નો સાથ સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસ થી સૌના વિકાસ કરવા વાળા પ્રકાશ વરમોરા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વર્ષો જૂના પડતર પ્રશ્ન મયુરનગર – ટીકર – દિઘડીયા કોંઢ ચિત્રોડી નદી પર બ્રિજ કરોડો ના ખર્ચે મંજૂર કરાવ્યા

આગામી સમય માં હળવદ સરકારી હોસ્પિટલ ની અધ્યયન સુવિધાઓથી સુસજ્જ બનાવી અને હળવદ ની આન બાન અને શાન તેવા સામંતસર સરોવર ની કાયાપલટ કરવી અને ટુરિસ્ટ પોઇન્ટ તરીકે વિકસાવવાની નેમહળવદ ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક ના ધારાસભ્ય પ્રકાશ વરમોરા એ એક ગુજરાત ના અગ્રણી ઉદ્યોગપતિ અને સાથે આધ્યાત્મિક માણસ છે, વિઝનરી લીડર તરીકે તેઓ લોક કલ્યાણ માટે રાજનીતિ માં આવ્યા અને હળવદ ધારાસભ્ય ની ચૂંટણી જીતી અને આ વિસ્તાર માં વર્ષો જૂના પડતર પ્રશ્નો ને સરકાર માં ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી આ અઢી વર્ષ માં અનેક પ્રશ્નો નું નિરાકરણ કરી કરોડો રૂપિયા ની ફાળવણી કરાવી અને વિકાસ ના કાર્યો ને વેગ આપ્યો છે જેમાં વાત કરીએ તો જામસર ચોકડી થી શિવપુર માથક કડિયાણા નો ૭૫ કરોડ ના ખર્ચે રોડ મંજૂર અને હવે લોકાર્પણ ના સ્ટેજે, ટીકર કુડા ૭૨ કરોડ ના ખર્ચે મંજૂર કરાવ્યો, તો ટીકર (૨૦ કરોડ) દિઘડીયા (૨૮ કરોડ )પાસે નીકળતી નદી પર આવેલ ક્રોઝ વે પર બ્રિજ બનાવવાની માંગ આઝાદી પછી ના વર્ષો થી હતી કારણ કે બ્રિજ ન હોવાથી વધુ વરસાદ પડે ત્યારે રોડ પર અવર જવર બંધ થઈ જાય જેથી દર્દીઓ વિધાર્થીઓ અને રાહદારીઓ ને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડે તેવા સમયે પ્રકાશભાઈ એ આ અંગે ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરતા બને જગ્યા એ બ્રિજ ની સરકાર માંથી મંજૂર કરાવ્યા છે, જ્યારે મયુરનગર ગામ નજીક આવેલ બ્રાહ્મણી નદી ની બ્રિજ જે છેલ્લા દસેક વર્ષ થી ધરાશયી થયો હોય ત્યારે આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર ના લોકો મુશ્કેલી નો સામનો છેલ્લા દસ વર્ષ થી કરતા હોય જે બ્રિજ પણ સરકાર માં રજૂઆત કરી મંજૂર કરાવ્યા, સાથે ૮ કરોડ થી વધુ રૂપિયા ના ખર્ચે સ્પોર્ટ્સ કોમલેક્સ તૈયાર થઈ રહ્યું છે હળવદ હળવદ શહેર ના મુખ્ય ગૌરવ પથ છેલ્લા ૭ વર્ષ થી બિસ્માર હતો જે અત્યારે સીસી રોડ બની રહ્યો છે હળવદ ના રાણેકપર રોડ છેલ્લા પાંચ વર્ષ થી બિસ્માર હતો તે પણ કરોડો રૂપિયા ના ખર્ચે તે રોડ નું કાર્ય શરૂ થઈ ગયું છે, આ સાથે હળવદ માં સદભાવના વૃદ્ધાશ્રમ ના સહયોગ થી ૨૦૦૦ વૃક્ષો નું વાવેતર થઈ રહ્યું છે સાથે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ના અંતરિયાળ રોડ રસ્તા પણ પહોળા કરી નવા બની રહ્યા છે બાકી છે તે રોડ રસ્તા ના કામો સરકાર માં રજૂઆત કરી મંજૂર કરવા માટે કાર્યવાહી પ્રગતિ હેઠળ છે હળવદ તાલુકા ના ૧૧ ગામો જે નર્મદા ના નીર થી વંચિત હતા આ ગામો ને સિંચાઈ અને પીવાના પાણી માટે નું કામ શરૂ થઈ ગયું છે અને સૌરાષ્ટ્ર નું આગવું માર્કેટિંગ યાર્ડ ને વધુ વિસ્તારવા સરકાર માંથી જમીન પણ મંજૂર કરાવી તેનો વધુ વિકાસ થાય તે માટે પ્રયત્નો ચાલુ છે સાથે હળવદ ની સૌથી મોટી સમસ્યા વેગડવાવ ફાટક પર બ્રિજ બનાવવા નું ટેન્ડર પણ થોડા દિવસો માં જાહેર થશે અને હળવદ સરા ચોકડી ખાતે એસ .ટી બસ માટે પિક-અપ સ્ટેન્ડ બને હળવદ શહેર માં લાયબ્રેરી અને અદ્યતન ફાયર સ્ટેશન બને તે માટે જરૂરી કાર્ય હાથ ધર્યું છે આમ વર્ષો જૂના પડતર પ્રશ્નો ને વાચા આપી અને અનેકવિધ વિકાસ કર્યો પ્રકાશ વરમોરા એ પોતાની આગવી સૂઝબૂઝ અને અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સંકલન માં રહી ને રાજ્ય સરકાર માંથી મંજૂર કરાવી આ વિસ્તાર ના લોકો ની સાચી સેવા કરી સાચા લોક સેવક સાબિત થયા છે આગામી સમય માં હળવદ સરકારી હોસ્પિટલ, હળવદ નગરપાલિકા નું નવું બિલ્ડિંગ, અને હળવદ ની આન બાન અને શાન એવા સમાંતસર તળાવ ને ટૂરિસ્ટ પોઇન્ટ તરીકે વિકસાવવા માટે ની રજૂઆત સરકાર માં મંજૂર કરવાના અંતિમ તબક્કા માં ચાલી રહી છે હળવદ નો વિકાસ નકશો હાલ ગાંધીનગર અંતિમ તબક્કા માં છે હળવદ નગરપાલિકા માંથી આગામી ૨૦૪૭ પહેલા મહાનગરપાલિકા બને એ પ્રમાણે નું દૂરંદેશી કામ ચાલુ છે આ સાથે પ્રકાશભાઈ પોતે કોઈ વ્યસન નથી ધરાવતા અને કોઈ પણ અસમાજિક તત્વો ને પ્રોત્સાહન નથી આપતા જેથી વિસ્તાર નો ક્રાઈમ રેટ પણ ઘટી રહ્યો છે આમ ઉદ્યોગપતિ અને આધ્યાત્મિક માણસ જો રાજનીતિ માં આવે તો અનેક લોકો નું ભલું કરી શકે છે તે પ્રકાશ વરમોરા એ કરી બતાવ્યું છે

Leave a Comment

और पढ़ें