
હળવદના પ્રતાપગઢ ગામ નજીક મુસાફર ભરેલી સીએનજી રીક્ષા પલટી મારી ગઈ હતી જે અકસ્માતમાં પાછળ બેસેલ મહિલાનું મોત થયું છે તો રિક્ષા ચાલક, તેની પત્ની અને બાળક સહીત ત્રણને ઈજા પહોંચી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી માળિયા તાલુકાના માણાબા ગામના રહેવાસી લલીતભાઈ વલ્લભદાસ નિમાવતે સીએનજી રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૨૩૦૯ ના ચાલક અજય હરજીવન નિમાવત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે રીક્ષા ચાલકે રીક્ષા પુરઝડપે ચલાવી હળવદ માળિયા હાઈવે પર પ્રતાપગઢ ગામના પાટિયા પાસે રોડની સાઈડમાં રીક્ષા ખાડામાં પલટી મારી ગઈ હતી જે અકસ્માતમાં ફરિયાદીના પત્ની પદમાબેનને માથાની પાછળ અને કપાળના ભાગે ઈજા પહોંચતા મોત થયું હતું તેમજ રીક્ષા ચાલક, તેની પત્ની સક્શીબેન અને ફરિયાદીના દીકરા ઉત્તમને ઈજા પહોંચી હતી આ બાબતેહળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુતપાસ ચલાવી છે.
